શનિવાર, 1 ફેબ્રુઆરી, 2020

71 મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી

26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન ..અમારી શાળામાં 71 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી..આ પ્રસંગે ગામમાં સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું ઉપરાંત એક વર્ષ  એટલે કે 26 જાન્યુઆરી 2019 થી 26 જાન્યુઆરી 2020 દરમિયાન દીકરીને જન્મ આપનાર માતા-પિતાનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને બાળકો દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
બાળકો દ્વારા રજુ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક જોવા માટે નીચે આપેલી youtube લીંક પર ક્લિક કરો
મનુષ્ય ગૌરવ ગાન
મારા ફાગવેલ વાળા ભાથી દાદા
હસતા રમતાં ધોરણ 1/2 ડાન્સ
ગબ્બરનો ચુકાદો (નાટક)
લે કાચુકો લે ડાન્સ ધોરણ 5

સોમવાર, 13 જાન્યુઆરી, 2020

સામાજિક વિજ્ઞાનમાં રોલ પ્લે દ્વારા શિક્ષણ

નમસ્કાર,સામાજિક વિજ્ઞાન વિષય એ એક અઘરો વિષય માનવામાં આવે છે. બાળકોને કથન પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે તો તેઓ કંટાળી જાય છે. 
    સામાજિક વિજ્ઞાનમાં ભારતના ઇતિહાસ ના કેટલાક એકમો આપવામાં આવ્યા છે. જે બાળકો ખૂબ સારી રીતે સમજે તે આવશ્યક છે.
ધોરણ 8 માં સત્ર 2 માં ભારતના ક્રાંતિવીરો આ એકમ શીખવવા અમારી શાળામાં રોલ પ્લે પદ્ધતિ દ્વારા ક્રાંતિવીરો નો પરિચય મળે તેવુ આયોજન કર્યું.જેમાં બાળકોને એકમમાં આવતા ક્રાંતિવીરો નું પાત્ર ભજવવા માટે બાળકોને સમજાવવામાં આવ્યા અને પછી બાળકોએ ખૂબ સરસ રીતે આ કાર્ય કરી બતાવ્યું.

આ પ્રવૃત્તિનો video જોવા નીચેની લિંક પર ક્લિક કરો...
 (ભારતના ક્રાંતિવીરો)Click here

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

શાળામાં મળેલ દાન


આજ રોજ ફુલજીના મુવાડા પ્રાથમિક શાળા ને ગામ ના વકીલ શ્રી પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલા તરફથી 6 ×4 ના માપના 4 નંગ ગ્રીન બોડ / વાઇટ બોડ દાન સ્વરૂપે મળ્યા જે બદલ દાતા પ્રવિણભાઇ નો ખુબ ખુબ આભાર                   શાળાને આ દાન આપનાર શ્રી પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલા તરફથી અગાઉ પણ શાળા ને માઇક સેટ ,એમ્પલિ ફાયર (કિંમત રૂપિયા 26000/-) ,દર વર્ષે જરૂરિયાત વાળા તમામ બાળકોને નોટબુક પેન પેન્સિલ વગેરે નુ દાન અવિરત પણે કરેલ છે. આવા દાતાશ્રી અમારી શાળાને મળ્યા જેથી અમારી શાળા ભાગ્યશાળી ગણાય.આ દાતાશ્રીની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી અમારી શાળા તરફથી અભ્યર્થના.........      ફુલજીના મુવાડા પ્રાથમિક શાળા પરિવાર તરફથી ગામ ના વકીલ શ્રી પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલાનો હ્રદય પૂર્વક આભાર

સોમવાર, 6 જાન્યુઆરી, 2020

ગબ્બરનો ચુકાદો (મોક અદાલત)

નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7 માં અદાલતો શા માટે? આ એકમની સંકલ્પના સિદ્ધ કરવા માટે અમારી ફુલજીનામુવાડા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા 'મોક અદાલત'( ગબ્બરનો ચુકાદો) નાટક ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું.

નાટકનો video જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો..
ગબ્બરનો ચુકાદો (નાટક)

શનિવાર, 28 સપ્ટેમ્બર, 2019

AR કાર્ડ ની મદદથી સૂર્યમંડળ

આજે એક નવીન ટેકનોલોજી નો ઉપયોગ વર્ગ ખંડ મા કર્યો.બાળકો ને ખુબ મઝા આવી કારણ આખું સૂર્ય મંડળ વર્ગ મા પરિભ્રમણ કરતું હોય એવો એહસાસ થયો.મોબાઈલ ના સદઉપયોગ થી આજે દરેક ગ્રહનું સૂર્ય ની આસપાસ નું પરિભ્રમણ વર્ગખંડ મા માણી શક્યા.આગળ AR કાર્ડ ની મદદથી સૂર્યમંડળ જોયું હતું પણ આ ક્યૂબ ટેકનોલજી થી અદભૂત નજારો જોવા મળ્યો.જય વિજ્ઞાન...

આ કેવી રીતે  શક્ય બન્યું  એ બધાને પ્રશ્ન થશે, તો મિત્રો આ માટે તમારે તમારા સ્માર્ટ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે...

એપ્લિકેશન વિશે માહિતી માટે આ વીડિયો જુઓ


સોમવાર, 26 ઑગસ્ટ, 2019

સામંતશાહી એટલે શું? પ્રવૃત્તિ દ્વારા સમજ


સામાજિક વિજ્ઞાન ધોરણ 7 માં 'રાજપૂત યુગ' એકમ આધારિત સામંતશાહી એટલે શું? આ અઘરો લાગતો મુદ્દો એક પ્રવૃત્તિ દ્વારા શીખવવાનો પ્રયત્ન કરેલ છે. જુઓ...

Video જોવા અહીં ક્લિક કરો